Gujarati Ukhana – ગુજરાતી ઉખાણા એ ગુજરાતી સાહિત્ય નું એક અદભૂત અંગ છે. આ લેખ ના માધ્યમ થી આજે આપને ગુજરાતી ઉખાણા વિશે તમામ જાણકારી અને 100 થી પણ વધારે ગુજરાતી ઉખાણા થી અવગત કરાવીશું.
સૌ પ્રથમ આપાને ગુજરાતી ઉખાણા શું છે એના વિશે જાણકારી મેળવીએ.
ઉખાણા એટલે શું?
ઉખાણા એટલે એક પ્રકાર ની પહેલી કે પ્રશ્ન છે. અન્ય પ્રશ્ન સાદી વાક્ય રચનામાં જોવા મળે છે જ્યારે ઉખાણા માં તે એક સામાન્ય કાવ્ય રૂપે ની રચનામાં જોવા મળે છે. જેમાં ક્યારેક એક સુંદર પ્રાસ નો ઉપયોગ કરી અલંકૃત પણ કરવામાં આવેલ હોય છે.
ઉખાણા માં સામાન્ય રીતે કોઈ પ્રશ્ન કરવામાં આવ્યો હોય છે. પરંતુ આ પ્રશ્ન એક કવિતા ના રૂપ માં હોય છે આથી તેને ઉખાણું કહેવાય છે.
અહી અમે આપની સમક્ષ સુંદર ઉખાણા પ્રસ્તુત કર્યા છે. અહી આપવામાં આવેલ ઉખાણા ને આપ પહેલા ઉખાણા વાંચ્યા બાદ જાતે વિચારી જવાબ માટે પ્રયત્ન કરશો તો વધારે મજા આવશે.
ઉખાણું
વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે, વાગે છે પણ કાંટા નહીં, એના ઈશારે દુનિયા ચાલે!
ઘડિયાળ
ઉખાણું
એ તો ભાઈ તો છે ભારે ઊંચા, પણ લાગે છે સાવ બૂચા, નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન
ઊંટ
ઉખાણું
એ જનાવર ઈતું, પૂંછડે પાણી પીતું
દીવો
ઉખાણું
લીલી માછલીના ઈંડા લીલા પણ, માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે
વટાણા
ઉખાણું
નાનેથી મોટું થાઉં, રંગબેરંગી પાંખો લગાવું હવાની લહેરોમાં તરતું જાઉં, ફૂલો સંગે વાતો કરતું જાઉં
પતંગિયું
ઉખાણું
પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ, થોડા ટીપાં વધુ પડે તો દાંતનો કાઢે કસ!
લીંબુ
ઉખાણું
એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો નથી આવતો?
સમય
ઉખાણું
એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરિદિયે પણ તેને ખાતા નથી?
પ્લેટ
ઉખાણું
વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે, વાગે છે પણ કાંટા નહીં, એના ઈશારે દુનિયા ચાલે!
ઘડિયાળ
ઉખાણું
આમ જાઉં તેમ જાઉં, જ્યાં જાઉં ત્યાં પાછળ સંતાવું
પડછાયો
ઉખાણું
કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી આવે દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે
હિપોપોટેમસ
ઉખાણું
લીલું ઝાડ, પીળું મકાન તેમાં બેઠા કલ્લુરામ
પપૈયું
ઉખાણું
રાજા જામે વસાવ્યું નગર
જામનગર
ઉખાણું
રાજા કરે રાજ ન દરજી સીવે કોટ
રાજકોટ
ઉખાણું
એવી કઈ વસ્તુ છે જેને પાંખ નથી તો પણ ઉડે છે?
પતંગ
ઉખાણું
એવું તો કોણ છે જે તમારા નાક પર બેસીને તમારા કાન ને પકડે છે?
ચશ્માં
ઉખાણું
ઘરમાં મહેમાનોને દેવાય, વોટમાં નેતાઓને દેવાય, આરામ કરવામાં વપરાય!
ખુરશી
ઉખાણું
પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ થોડા ટીપાં વધુ પડે તો દાંતનો કાઢે કસ!
લીંબુ
ઉખાણું
એવું શું છે જે પાણીમાં પડે તો પણ ભીનું ના થાય?
પડછાયો
ઉખાણું
એવી કઈ વસ્તુ છે જે તમે કૈક તો તૂટી જાય?
મૌન
ઉખાણું
એ તો ભાઈ તો છે ભારે બીકણ, કાતરી ખાતા પાન ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન
સસલું
ઉખાણું
નાના શરીરમાં નાની ગાંઠ, જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી, આરામનું એને નહીં નામ
કીડી
ઉખાણું
એવું શું છે જે પાણીમાં પડે તો પણ ભીનું ના થાય?
પડછાયો
ઉખાણું
એ તો ભાઈ તો છે ભારે ઊંચા, પણ લાગે છે સાવ બૂચા, નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન
ઊંટ
અઘરા ગુજરાતી ઉખાણા જવાબ સાથે
અહી નીચે કેટલાક ગુજરાતી ઉખાણા(Gujarati Ukhana) ટેબલ સ્વરૂપે આપ્યા છે. જેમાં સાથે જવાબ પણ આપવામાં આવ્યા છે.
ગુજરાતી ઉખાણા(Gujarati Ukhana) | જવાબ |
---|---|
વર્ષાઋતુને સહન કરતી, ગરમીને ઘોળી પી જાતી બધાને આરામ આપતી જાતી, પણ ઠંડીમાં નકામી બની જાતી. | છત્રી |
બાગબગીચે ગાતી રહેતી, પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી કોલસાથી વધુ કાળી છે પણ સૌની મનભાવન છે. | કોયલ |
નાકે નકશે એ નમણું દેખાય, પણ ભરતું લાંબી ફાળ આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ. | હરણ |
ન તો હું સાંભળી શકું, ન તો હું બોલી શકું આંખ તો મારે છે પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં. | ચોપડી |
ટર ટર ટર ટર કરતાં ગાય છે, જાણે પોતાનું ગીત સંભળાવે છે, જ્યારે તેઓ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે. | દેડકો |
આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું, જીવોની હું રક્ષા કરી , ફળ ફૂલનું દાન આપું છું. | વૃક્ષ |
પાણી તો પોતાનું ઘર, ધીમી જેની ચાલ ભય જોઈને કોકડું વળતો, બની જાતો ખુદની ઢાલ. | કાચબો |
કાન મોટા ને કાયા નાની, ને કોમળ એના વાળ કોઈ એને પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ. | સસલું |
છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર. | કરોળિયો |
મંદિર, મસ્જિદ ગુરુદ્વારે જે પાતી બહુમાન પાતળી કાયા હોવા છતાં મહેંક દ્વારા કરે પાન પાન. | અગરબતી |
જેવા છો તેવા દેખાશો, માટે મારી અંદર ઝાંકો જલ્દીથી દઈ દો જવાબ ખુદને ઓછા ન આંકો. | અરીસો (દર્પણ) |
થાકવાનું ન મારે નામ, રાત દિવસ હું ચાલતી રહેતી જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી, આગળ વધવાનો સંદેશો હું જાતી. | ઘડિયાળ |
ખુલ્લા આસમાનમાંથી જનમું છું, લીલા ઘાસ પર સૂઈ જાઉં છું, મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું. | ઝાકળબિંદુ |
ન ખાય છે ન પીવે છે, બસ અજવાળાને સાથે લઈને ચાલે છે, પણ છાયાને અને અંધારાને જોઈને મરી જાય છે. | પડછાયો |
શાકભાજીમાં હું છું સૌથી કડવો, પણ ગુણ મારા અપાર રોગોને હું ઝટથી કાપું, મારું નામ બતાવો ચતુર સુજાણ. | કારેલા |
તડકો લાગે તો ઊભો થાતો, છાયોં આવે તો મરી જાતો જો કોઈ મહેનત કરે તો ફરી પાછો ઊભો થાતો, હવા આપો તો મરી જાતો. | પરસેવો |
જો તે જાય તો પાછો ન આવે, પણ જઈ રહ્યો હોય તોય નજર ન આવે, આખી દુનિયામાં ચર્ચા એની એ તો સૌથી બળવાન ગણાતો. | સમય |
એક બગીચામાં અનેક ફૂલ, ને તે ફૂલોનો છે એક રાજા રાજા જ્યારે આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા. | ચંદ્ર અને તારા |
ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર બંધ ડબ્બાનું તાળું ખોલી, સામાન સઘળો લઈ જાતો. | પોસ્ટમેન |
અન્ય ગુજરાતી ઉખાણા
Gujarati Ukhana PDF Download
ઘણી વખત ઇન્ટરનેટ ની અસુવિધા ની સ્થિતિ માં PDF ખુબજ ઉપયોગી બની રહે છે આથી અહી અમે આપની સાથે ગુજરાતી ઉખાણા ની PDF શેર કરી છે. અહી શેર કરવામાં આવેલ Gujarati Ukhana PDF Download પણ કરી શકાય છે.
Gujarati Ukhana PDF Download કરવા માટે નીચે આપવામાં આવેલ બટન પર ક્લિક કરો. અમુક સંજોગો માં જો આ લિન્ક કામ ના કરતી હોય તો અમને નીચે કમેંટ બોક્સ માં કમેંટ કરી અવશ્ય જણાવશો
અમારા અન્ય લેખ: