Mantra for Good Day: આ પાંચ મંત્ર થી કરો દિવસ ની શરૂઆત.

અહી અમે આપની સાથે Mantra for Good Day – એક સુંદર દિવસ ની શરૂઆત માટે મંત્રો આપવામાં આવ્યા છે. અહી આપવામાં આવેલ મંત્રો થી દિવસ ની શરૂઆત કરવાથી દિવસ શુભ અને સકારાત્મક રહે છે.

Mantra for Good Day: આપણાં શાસ્ત્રો એ આપણે ને એક અમુલ્ય વારસો ભેટ કર્યો છે. તેમાં મંત્ર દ્વારા ઉર્જા નું નિયમન એ એક ઉત્તમ ટૅક્નિક સમાન છે. આપણે બધા જાણીએ છીએ કે મંત્ર એક ઉર્જા છે જે પાઠ કરનાર માં પ્રવેશે છે. શસ્ત્રો માં દરેક વસ્તુ માટે લગભગ મંત્ર મળી રહે છે. અહી અમે આપને 5 એવા મંત્રો વિષે માહિતી આપવા જય રહ્યા છીએ જે સવાર માં બોલવાથી દિવસ દરમિયાન એક સકારાત્મક ઉર્જા ની અનુભૂતિ થાય છે.

અહી અમે આપેલા તમામ મંત્રો(Mantra for Good Day) નું સવાર માં પઠન કરવું જોઈએ જેથી તે દિવસ ની શુભતા અને સકારાત્મકતા માં વધારો કરે.

પાંચ મંત્ર જે સવાર માં બોલવા જોઈએ.(Mantra for Good Day)

અહી આપવામાં આવેલા પાંચ મંત્રો એ દિવસ ની શરૂઆત કરવાના સમયે જુદા જુદા સમયે બોલવામાં આવતા મંત્ર છે.

પ્રથમ મંત્ર(Karagre vasate lakshami Lyric in Gujarati)

આ મંત્ર ને સવારે ઉઠતાં સમયે હથેળી નો જોઈને બોલવાનો હોય છે. મંત્ર નો અર્થ થાય છે કે દેવી લક્ષમી આંગળી ના આગલા ભાગ માં સ્થિત છે. મધ્ય ભાગ માં સરસ્વતી સ્થિત છે, અને નીચે ના ભાગ માં ભગવાન શ્રી કૃષ્ણ નો વાસ છે આથી રોજ સવારે હાથ ના દર્શન કરવા જોઈએ.(Mantra for Good Day)

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી
કરમુલે તુ ગોવિન્દ પ્રભાતે કર દર્શનમ

દ્વિતીય મંત્ર(samudra vasane devi mantra Lyric in Gujarati)

Mantra for Good Day: સમુદ્રવસને દેવી પર્વતસ્તનમંડલે। વિષ્ણુપત્નિ નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વમે||

આ મંત્ર ધરતીમાતા ની ક્ષમા માંગવા માટે બોલવામાં આવે છે. જ્યારે સવારે ઉઠી પ્રથમ પગ જમીન ને સ્પર્શ કરે તે પહેલા આ મંત્ર નું પઠન કરવાનું હોય છે.

સમુદ્રવસને દેવી પર્વતસ્તનમંડલે।
વિષ્ણુપત્નિ નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વમે||

આ મંત્ર નો અર્થ થાય છે સમુદ્ર માં જે વસવાટ કરે છે. પર્વતો ને જેને ધારણ કર્યા છે. તેવી વિષ્ણુપત્ની હું તમને મારા ચરણ થી સ્પર્શ કરવા જય રહ્યો છું મને ક્ષમા કરજો.

ત્રીજો મંત્ર(Gange cha yamune chaiva mantra Lyric in Gujarati)

આ મંત્ર ને સ્નાન મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારે સ્નાન કરતી વખતે આ મંત્રનું પઠન કરવામાં આવે છે.(Mantra for Good Day)

ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી।
નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ।

અર્થાત હે ગંગા, યમુના, ગોદાવરિ, સરસ્વતી, નર્મદા, સિંધુ, અને કાવેરી તમે મારા આ સ્નાન કરવાના પાણી માં પધારો.

ચોથો મંત્ર(suryashtak mantra Lyric in Gujarati)

આ મંત્ર સૂર્યદેવ નમસ્કાર મંત્ર છે. જે ભગવાન શિવ દ્વારા આપવામાં આવ્યો છે. આ મંત્ર ને સૂર્યાષ્ટકમ્ તરીકે ઓળખવામાં આવે છે જેમાં આઠ મંત્ર ભગવાન સૂર્યદેવ નો મહિમા કરે છે. આ મંત્રો દ્વારા સવારે સૂર્ય દેવ ની પૂજા કરવાથી ગ્રહ પીડા દૂર થાય છે. પુત્ર ની કામના કરવા વાળા ને પુત્ર અને ધન ની કામના કરવા વાળા ને ધન પ્રાપ્ત થાય છે.

સામ્બ ઉવાચ ॥

આદિદેવં નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર ।
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોઽસ્તુતે ॥ ૧ ॥
સપ્તાશ્વરથમારૂઢં પ્રચણ્ડં કશ્યપાત્મજમ્ ।
શ્વેતપદ્મધરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ ॥ ૨ ॥
લોહિતં રથમારૂઢં સર્વલોકપિતામહમ્ ।
મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ ॥ ૩ ॥
ત્રૈગુણ્યં ચ મહાશૂરં બ્રહ્માવિષ્ણુમહેશ્વરમ્ ।
મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ ॥ ૪ ॥
બૃંહિતં તેજઃપુઞ્જં ચ વાયુમાકાશમેવ ચ ।
પ્રભું ચ સર્વલોકાનાં તં સૂર્યં પ્રણમામ્યહમ્ ॥ ૫ ॥
બન્ધૂકપુષ્પસઙ્કાશં હારકુણ્ડલભૂષિતમ્ ।
એકચક્રધરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ ॥ ૬ ॥
તં સૂર્યં જગત્કર્તારં મહાતેજઃપ્રદીપનમ્ ।
મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ ॥ ૭ ॥
તં સૂર્યં જગતાં નાથં જ્ઞાનવિજ્ઞાનમોક્ષદમ્ ।
મહાપાપહરં દેવં તં સૂર્યં પ્રણમામ્યહમ્ ॥ ૮ ॥
ઇતિ શ્રી સૂર્યાષ્ટકસ્તોત્રં સમ્પૂર્ણમ્ ॥

પાંચમો મંત્ર(Nav grah shanti mantra lyric in Gujarati)

નવ ગ્રહ શાંતિ મંત્ર છે. જેનું રોજ સવારે પઠન કરવાથી સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ નો અશુભ પ્રભાવ દૂર થાય છે અને શુભ પ્રભાવ આવે છે.

બ્રહ્મા મુરારિ ત્રિપુરાંતકારી
ભાનુ: શશી ભૂમિસુતો બુધ્ધશ્ચ।
ગુરુશ્ચ શુક્ર: શનિ રાહુ કેતવ:
કુર્વન્તું સર્વે મમ સુપ્રભાત||

અમને આશા છે કે આપણે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી પસંદ આવી હશે. જો આપ આ Mantra for Good Day થી સંતુષ્ટ હોય તો આને વધુ ને વધુ અન્ય લોકો સાથે શેર કરો. આવિષય માં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેંટ કરીને પૂછી શકો છો. ધન્યવાદ

Leave a Comment