Shambhu Sharne Padi Lyrics. અહી અમે આપની સાથે શંભુ શરણે પડી….સ્તુતિ ની લીરિક્સ શેર કરી છે. ભગવાન શિવ ની સ્તુતિમાં સૌથી પ્રસિદ્ધ છે “Shambhu Sharne Padi”
શંભુ શરણે પડી | Shambhu Sharne Padi Lyrics
Shambhu Sharne Padi Lyrics
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો.. દયા કરી શિવ દર્શન આપો… તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા.. હુ તો મંદમતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો… દયા કરી શિવ દર્શન આપો.. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી.. ભાલે ચંન્દ્ર ધર્યો, કંઠે વિષ ધર્યો, અમૃત આપો… દયા કરી શિવ દર્શન આપો.. નેતિ નેતિ જ્યાં વેદ વદે છે,મારું ચિતડું ત્યાં જાવા ચહે છે.. સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો… દયા કરી શિવ દર્શન આપો… આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું.. મારા દિલમા વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો… દયા કરી શિવ દર્શન આપો… હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી.. થાક્યો મથી રે મથી,કારણ મળતું નથી,સમજણ આપો… દયા કરી શિવ દર્શન આપો… શંકર દાસનુ ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો.. ટાળો મંદમતી, ટાળો ગર્વ ગતી, ભક્તિ આપો… દયા કરી શિવ દર્શન આપો… આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવભક્તિમાં ધર્મ ઘણેરો, પ્રભુ તમે પૂજા, દેવી પાર્વતી પૂજો, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો… અંગે શોભે છે રુદ્ર ની માળા,કંઠે લટકે છે ભોરિંગ કાળા, તમે ઉમિયાપતિ, અમને આપો મતિ કષ્ટ કાપો… દયા કરી દર્શન શિવ આપો… શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો.. દયા કરી દર્શન શિવ આપો…
Download Shanmbhu Sharne Padi Lyrics PDF
અહી નીચે અમે આપની સાથે શંભુ શરણે પડી…ની લીરિક્સ PDF સ્વરૂપ માં આપી છે. જેને ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલ બટન પર ક્લિક કરો.
PDF ને ડાઉનલોડ કરવા માટે અહી આપવામાં આવેલ બટન પર ક્લિક કરો.
આ પણ જુઓ: