શ્રી રામ ભગવાન ની આરતી. અહી અમે આપની સાથે રામ ભગવાન ની આરતી ની લીરિક્સ(Shri Ram Aarti Lyrics in Gujarati and PDF) આપી છે.
Shri Ram Aarti Lyrics in Gujarati and PDF
રામ ભગવાન ની ઘણી બધીજ આરતી પ્રચલિત છે. રામ ભગવાન એક સનાતન ધર્મ માં માનવાવાળા લોકો ના હૃદય માં વસેલા છે. રામ મંદિર ના પુનઃ નિર્માણ બાદ લોકો તેમની આરતી મંત્રો ઈત્યાદી વિશે વધારે સર્ચ કરે છે. અહી અમે શ્રી રામ ભગવાન ની આરતી લિખિત સ્વરૂપ માં( Shri Ram Aarti Lyrics in Gujarati) ગુજરાતી ભાષા માં લાવ્યા છીએ. સાથે આપ તેની PDF પણ ડાઉનલોડ કરી શકશો.
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર
કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્,
પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર
ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ … શ્રી રામચંદ્ર
શિર મુગટ કુંડલ તિલક ચારૂ ઉદાર અંગ વિભૂષણમ્
આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ્ … શ્રી રામચંદ્ર
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ્
મમ હૃદયકુંજ નિવાસ કરો કામાદિ ખલ દલ ગંજનમ્ … શ્રી રામચંદ્ર
મન જાહી રાચેઉ મિલહી સો વાર સહજ સુંદર સાંવરો
કરુણા નિધાન સુજાન શીલ સનેહ જાનત રાવરો. શ્રી રામચંદ્ર..
એહી ભાંતિ ગૌરી અસીસ સુન સિય હિત હિય હરષિત અલી
તુલસી ભવાનિહિ પુજી પુની પુની મુદિત મન મંદીર ચલી.. શ્રી રામચંદ્ર..
આરતી અવધપુરીમાં થાય(2)
હે આનંદ મંગળ બધે વર્તાય, આરતી અવધપુરીમાં થાય
હે કપૂર જ્યોતએ આરતી ઊતરતી,(2)
દિવલડા જગમગ થાય, આરતી અવધપુરી માં થાય
સરયૂ ગંગા ના પાવન જળથી(2)
શ્રી રઘુનંદન ન્હાય, આરતી અવધપુરી માં થાય
હે આનંદ મંગળ બધે વર્તાય, આરતી અવધપુરીમાં થાય
વૈદેહી જોડે પ્રભુ બિરાજ્યા(2)
રાઘવ આયોધ્યાના રાય, આરતી અવધપુરીમાં થાય
સિંહાસન માથે સીતા રાઘવની (2)
મંગળ છબી સોહાય, આરતી અવધપુરીમાં થાય
હે આનંદ મંગળ બધે વર્તાય, આરતી અવધપુરીમાં થાય
જાલર ઘડિયાળા ને નોબત વાગે(2)
પડી નગારે ઘાવ, આરતી અવધપુરીમાં થાય
કૈકઈ સુમિત્રા લિયે ઓવારણાં(2)
કૌશલ્યા વારી જાય, આરતી અવધપુરીમાં થાય
હે આનંદ મંગળ બધે વર્તાય, આરતી અવધપુરીમાં થાય
કેવટ સુમંત ને વિભીષણજી(2)
લાગે પ્રભુ ને પાય, આરતી અવધપુરીમાં થાય
લક્ષ્મણ શત્રુધ્ન ચમર ઢોળે(2)
ભરત વિજન્ડલો વાય, આરતી અવધપુરીમાં થાય
હે આનંદ મંગળ બધે વર્તાય, આરતી અવધપુરીમાં થાય
સુગ્રીવ જાંબૂવન ઊભા કર જોડી (2)
હનુમાન લાગે પાય, આરતી અવધપુરીમાં થાય
હે આનંદ મંગળ બધે વર્તાય, આરતી અવધપુરીમાં થાય(3)
વાગે ઝાલરનો ઝણકાર, શ્રી રામજી હેતે ઉતારીએ આરતી રે
નમે તમને નર ને નાર દયા ના સાગર, હેતે ઉતારીએ આરતી રે
વાગે ઝાલરનો ઝણકાર, શ્રી રામજી હેતે ઉતારીએ આરતી રે
નમે તમને નર ને નાર દયા ના સાગર, હેતે ઉતારીએ આરતી રે
સવાર સાંજ આરતીના નાદ રૂડા થાતા. ભોળા ભક્તો ના રૂડા હૈયા તો હરખાતા(2)
આનંદ ઉમંગ તો અપાર શ્રી રામજી હેતે ઉતારીએ આરતી રે
આનંદ ઉમંગ તો અપાર દયા ના સાગર હેતે ઉતારીએ આરતી રે
વાગે ઝાલરનો ઝણકાર, શ્રી રામજી હેતે ઉતારીએ આરતી રે
નમે તમને નર ને નાર દયા ના સાગર, હેતે ઉતારીએ આરતી રે
ધૂપ દીપ તો કર્યા રૂડા શંખ નગારા વાગે, આરતી કેરો નાદ સાંભળી સૂતો આતમ જાગે(2)
વાગે વાગે રણકાર સીતા ના સ્વામી, હેતે ઉતારીએ આરતી રે
વાગે વાગે રણકાર દયા ના સાગર , હેતે ઉતારીએ આરતી રે
વાગે ઝાલર નો ઝણકાર સીતા ના સ્વામી, હેતે ઉતારીએ આરતી રે
નમે તમને નર ને નાર દયા ના સાગર, હેતે ઉતારીએ આરતી રે
ભોળા ભક્તો ભેગા મળી ને આરતી ઉતારે, પાવન કારી નામ તમારું ભવસાગર થી તારે
ગાજે ગાજે જય જય કાર શ્રી રામ ચંદ્ર હેતે ઉતારીએ આરતી રે
ગાજે ગાજે જય જય કાર દયા ના સાગર હેતે ઉતારીએ આરતી
નમે તમને નર ને નાર શ્રી રામ ચંદ્ર , હેતે ઉતારીએ આરતી રે
હેતે ઉતારીએ આરતી રે(2)
Shri Ram Aarti Lyrics in Gujarati PDF Download
અહી ઉપર અમે આપની સાથે શ્રી રામ ભગવાન ની આરતી લીરિક્સ આપેલ છે જેને આપ પીડીએફ(PDF) સ્વરૂપ માં ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે આપવામાં આવેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.