Duha Chhand Gujarati Lyrics | કાઠિયાવાડી દુહા છંદ ની લીરિક્સ

Duha Chhand Gujarati Lyrics: અહી અમે કાઠિયાવાડી દુહા છંદની લીરિક્સ ગુજરાતી માં આપની સાથે શેર કરી છે. અહી Duha Chhand Gujarati Lyrics PDF પણ મળશે.

Duha Chhand Gujarati Lyrics

દુહા અને છંદ એ ગુજરાતી ભાષા નું એક અનેરું સાહિત્ય છે. દુહા અને છંદ એ ખાસ કરીને સ્તુતિ વિશેષ માટે હોય છે. તે ગુજરાતી ભાષા ના એક સુંદર આભૂષણ તરીકે ઓળખવામાં આવે છે. દુહા અને છંદ એ વિવિધ ચારણ કવિઓ અને બારોટ દ્વારા વિરપુરુષ, બહારવટિયા અને દેવીઓ ની સ્તુતિ માટે લખવામાં આવ્યા હતા.

દુહાનું મુખ્ય છ પ્રકારે વિભાજન કરવામાં આવે છે. જેમ કે,

  1. પૂર્ણ દોહો
  2. સોરઠો
  3. તુમેરી
  4. દોઢિયાં
  5. છકડિયા
  6. લોકિયા

અહી અમે આપની સાથે ગુજરાતી અને કાઠિયાવાડી દુહા અને છંદ આપની સાથે શેર કર્યા છે.

કાઠિયાવાડી દુહા અને છંદ

દુહા અને છંદ

ટોપી ને તરવાર, નર બીજાને નમે નહિ
સાહેબને મહિના ચાર, બંદિખાને રાખ્યો બાવલા.

ઝવેરચંદ મેઘાણી – સોરઠી બહારવટીયામાથી

તે સમયે એમ માનવામાં આવતું કે અંગ્રેજો ક્યારેય કોઈ ની સામે ઝૂકતા નહી, પરંતુ હે બાવાવાળા, તે તો એ ગોરા ને પણ ચાર મહીના કેદમાં રાખ્યો..

દુહા અને છંદ

ભલકારો ઇ ભલા, શુરવિરને જ સોહાય, માઠા માથા માંય, વસમો લાગે વેરડા,
પડકારે પીઠ નઈ, હૈયે મરવાની હામ, એ મરદો ના કામ, સાચું સોરઠીયો ભણે,

સોરઠિયો દુહો

દુહા અને છંદ

વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી લીલાણી;
એક વિજાણંદને કારણે, શેણી સુકાણી.

શેણી-વિજાણંદની કથાનો દુહો

દુષ્કાળ પૂર્ણ થયા બાદ વરસાદ ના કારણે ધરતી આખી લીલી છમ બની છે પરંતુ વિજાણંદ ના વિરહ ના કારણે શેણી દિવસે ને દિવસે દૂબળી/સુકાતી જાય છે.

હૃદય ની ભાવના ને રજૂ કરતો દુહો

શાયર લેરું થોડિયું, મુંજા ઘટમાં ઘરેણિયું
હકડી તડ ના પોગિયું, (ત્યાં) દુજી ઉપડિયું

દુહા અને છંદ

પથ્થર થાય પારસમણિ નખતર થઈ જાય ચંદ્ર
અગ્નીમાં અમૃત ઝરે જો રીઝે કૃષ્ણ ગોવિંદ

સોરઠિયો દુહો

દુહા અને છંદ

મન દે તો માયા દે નહીંતર મન ને માર
મન મોટું ને માયા નય એવા બબ્બે ધક્કા ન માર

કાઠિયાવાડી દુહો

દુહા અને છંદ

ગંગા જમના ને ગોમતિ ભલે ભેળી સરસત ભળે ,
પણ માખણ નો મળે પાણી વલોવે પાલીયા.

દુહો

મહેમાન ગતિ માટેનો દુહો

મે’માનું ને માન દિલ ભરી દીધા નહીં,
ઇ મંદિર ને મસાણ, સાચું સોરઠિયા ભણે

દુહા અને છંદ

દદૅ દેખાડે નય ને મજા અતીસય મોત ની,
મોખડોજી સાસો મરદ પતવાલો પીરમ પતી

મોખડાજી ગોહિલ માટે નો દુહો

દુહા અને છંદ

ડુંગરિયા હરિયા હુવા, ચાવો થયો ચકોર;
તે રત ત્રણ જણ સંચરે, ચાકર માગણ ચોર.

દુહા અને છંદ

અંતર ના ઉંડાણ ની,કોક વેધુ ને ભણાય;
ચોરે નો ચર્ચાય,ચીત ની વાતુ શંકરા.

કવી શંકરદાન નો દુહો

દુહા અને છંદ

પાવન કરવા પંડ ને, નિહરે તિર્થ નરનાર
(પણ) મઢડા તારું માવડી, (અમારે) કાશી ને કેદાર

રામભા ગઢવી – વવાર

મહેમાન ગતિ માટેનો દુહો

કાઠીયાવાડ માં કો’ક દી, ભૂલો પદ ભગવાન
થાને મારો મોંઘેરો મે’માન, તને સ્વર્ગે ભૂલાવું શામળા

દુહા અને છંદ

‘‘ધણ ધરતી પગ પાગડે, અરિયાં તણો ગરડ્ડ;
હજૂ ન છોડે સાહેબો, મૂછો તણો મરડ્ડ’’

દુહા અને છંદ

સોરઠ મીઠી રાગણી રાગ મીઠો મલ્હાર,,,
રણમા મીઠી વીરડી… જંગ મીઠી તલવાર….

સોરઠિયો દુહો

દુહા અને છંદ

હાથી ઘોડા નંગ હેમના, કોઈ આપે ગામ ગરાસ
તે તો શિશ આપીયુ ચારણ ને તને રંગ છે રા”ડીયાસ…

રા’ડીયાસ પર નો દુહો

દુહા અને છંદ

ચોટલો મારો ચાર હાથ નો એને ગૂંથેલ ગોરા માણહે
ઈ ગુણની વાળેલ ગાંઠ એનો દોરો છોડે દેવરો

દેવરો અને ‌આલણ દે નાં પ્રેમ પર નો દુહો છે.

દુહા અને છંદ

‘‘સાજન સપને આવિયાં, ઉરે ભરાવી બાથ;
જાગીને જોઉં (ત્યાં) જાતાં રિયાં, પલંગે પછાડું હાથ.
પલંગે પછાડું હાથ ને કાંઈ ન ભાળું,
વા’લાં સાજણ સાટુ ખોબલે આંસુ ઢાળું.
આદર્યાં કામ તે અધવચ રિયાં,
જાગીને જોઉં ત્યાં સાજન જાતાં રિયાં.’’

ઝવેરચંદ મેઘાણી

સૌરાષ્ટ્ર ની અમીરાત માટેનો દુહો

સોરઠ ધરા જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર;
ન્યા હાવજઙા હેંજળ પીવે, એના નમણાં નર ને નાર.
સોરઠ દેશ ન સંચયૉઁ, ચડયૉ ન ગઢ ગિરનાર;
ન નાહયો દામો-રેવતી, અફળ ગિયો અવતાર.

દુહા અને છંદ

પ્રેમ ને વાચા હોત તો જગત જોગી થાત
ઓલી હલકી હેમાળે જાત ઈતો ભગવા પેરી ને ભુધરા.

પ્રેમ અને વૈરાગ્ય પરનો દુહો

દુહા અને છંદ

જનની જયણ તો ભગત જણ, કા દાતા કા શૂર
નહી તો રહેજે વાંઝણી તુ મત ગુમાવીશ નૂર

પુત્ર ને ઉછેર પર નો દુહો

કચ્છની ધરતીની અમીરાત માટેનો દુહો

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત
વર્ષા એ વાગડ ભલો, કચ્છડો બારે માસ

દુહા અને છંદ

દેવોની આગળ દૂત કાયમ રૂપાળા રીએ,
પણ ભેગા રાખે ભૂત એ તો જોને કૈલાસ વાળા કાગડા……

કવિ કાગ નો દુહો

દુહા અને છંદ

મોઢે બોલુ મા મને સાચે જ નાનપણ સાંભરે
પછી મોટપ ની બધી મજા મને કડવી લાગે કાગડા….

કવિ કાગ નો દુહો

દુહા અને છંદ

મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ
તેથી તો કાગા ભયા તન મન ઐસા રંઞ

દુહો

દુહા અને છંદ

ટોપી ને તરવાર, નર બીજાને નમે નહિ
સાહેબને મહિના ચાર, બંદિખાને રાખ્યો બાવલા.

ઝવેરચંદ મેઘાણી – સોરઠી બહારવટીયામાથી

તે સમયે એમ માનવામાં આવતું કે અંગ્રેજો ક્યારેય કોઈ ની સામે ઝૂકતા નહી, પરંતુ હે બાવાવાળા, તે તો એ ગોરા ને પણ ચાર મહીના કેદમાં રાખ્યો..

છંદ

છંદ એ અક્ષરો અને માત્રાઓ ના એક નિયમ થી બનેલ એક તાલ કે લય ની ગોઠવણ છે. છંદ ના મુખ્ય બે પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. ગુજરાતી લોક સાહિત્ય માં બ્રહમાનદ સ્વામિ, પીંગળશી ભાઈ વગેરે છંદ માટે ખૂબ જાણીતા છે. અહી નીચે અમે આપની સાથે કેટલાક પ્રસિદ્ધ છંદ આપની સાથે શેર કર્યા છે, અહી ત્રિભંગી, રેણકી, ચર્ચરી, સવૈયો, હરિગીત વગેરે રાગ ના છંદ આપવામાં આવ્યા છે.

છંદ(ત્રિભંગી)

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્
દાદુર ડક્કારમ્,, મયુર પુકારમ્ તડિતા તારમ્,વિસ્તારમ્
ના લહી સંભારમ્,, પ્યારો અપારમ્ નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી,, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી

ચોમાસાનો ચારણી છંદ

છંદ(રેણકી)

સર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે,
હરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,
નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….

ઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ઘણા ગણણણણ ગયણે
તણણણ બજ તંત ઠણણણ ટંકારવ, રણણણ સુર ધણણણ રયણે
ત્રહ ત્રહ અતિ ત્રણણ ધ્રણણ બજ ત્રાંસા, ભ્રમણ ભમર વત રમણ ભ્રમે.
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે…..

ઝટ પટ પર ઉલટ પલટ નટવત ઝટ, લટ પટ કટ ઘટ નિપટ લલે
કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ધિન કટ, મન ડરમટ લટ લપટ મલે.
જમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સૂર પટ ખેખટ તેણ સમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

ધમંધમ અતિ ધમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ફળ સમ હોત ધરા,
ભ્રમ ભ્રમ વત વિષય પરિશ્રમ વ્રત ભ્રમ, ખમ ખમ દમ અહી વિડૂમ ખરા,
ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મન મેં
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…

ગત ગત પર ઊગત તૂગત, નૃત, પ્રિયગત રત ઉનમત, ચિત્ત વધત રતિ,
તત પર ઘ્રત નચત ઉચત મુખ થૈથત, આબ્રત અત ઉત ભ્રમત અતિ,
ધિધીતત ગત વજત ભ્રદંગ, સૂર ઉધધત, કૃત ભ્રત નર તમ અતંત ક્રમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગ ભર સુંદર શ્યામ રમે જી…. રે….

ઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઝલ ઝલ અણ કલ તેજ ઝરે
ખલખલ ભૂજ ચુડ ચપલ અતિ ખલકત કાન કતોહલ પ્રબલ કરે,
વલવલ ગલ હસ્ત તુ મલ ચલ ચિતવલ, જુગલ જુગલ પ્રતિ રંગ જમે
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

સરવસ વસ મોહ દરસ સુરથિત શશિ, અરસ પરસ ત્રસ ચરસ અતિ
કસકસ પટ હુલસ વિલસ ચિત આક્રશ, રસ બસ ખુસ હસ વરસ રતિ,
ટ્રસ નવ રસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અધમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

છંદ(ચર્ચરી)

એક નિશિ શશિ અતિ ઉજાસ પ્રૌઢ શરદરતુ પ્રકાશ,
રમન રાસ જગનિવાસ, ચિત બિલાસ કિને,
મોરલિધુન અતિ રસાલ, ગેહરે સુર કર ગોપાલ,
તાન માન સુભગ તાલ, મન મરાલ લિને,
વ્રજત્રિય સુન ભર ઉછાવ, બન ઠન તન અતિ બનાવ,
ચિતવત ગત નૃત ઉઠાવ, હાવભાવ સાચે,
હરિહર અજ હેર હેર, વિકસત સુર બેરબેર,
ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે. ॥૧॥

ઠેં ઠેં બજ ત્રંબક ઠોર, ચેં ચેં સરનાયી સોર,
ધેં ધેં બજ પ્રણવ ઢોર , ઘેં ઘેં બોલે,
ઝુક ઝુક ઝુક બજત ઝંજ, ટુક ટુક મંજિર રંજ,
ડુક ડુક ઉપંગ ચંગ, અતિ ઉમંગ ડોલે,
દ્રગડદા દ્રગડદા પખાજ, થ્રગડદા થૈ થૈ સમાજ,
કડ કડદા કડકડદા દુકડ ત્રુકટ, ઘન થટ રાચે,
હરિ હર અજ હેરેફેર વિકસત સુર બેરબેર,
ફર ગટ ઘટ ફેર ફેર નટવર નાચે. ॥૨॥

સંતન અભિરામ ધામ, ક્રમત રમત ભ્રમત કામ,
પ્રમત શ્રમત નમત ગ્રામ વામ હામ લોભે,
અટન ઘટન અતિ ઉદામ, થન ગન તન ઠામ ઠામ,
તજ વિશ્રામ અતિ વિભ્રામ, સામ સુંદર શોભે.
જમુનાકે નીર તીર, ખેલત બલવીર વીર,
ચહુંવટ થટ સઘટ ભીર, કટિ સુધીર કાચે,
હરિ હર અજ હેરહેર, વિકસત સુર બેર બેર,
ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે. ॥૩॥

ઝલલલ તન કાંતિ ઝલક ખલલલ ભુજ ચૂડ ખલક,
સલલલ જોં હિ વીજ સલક ભલક ભાલ સાજે,
અટપટ લટ છૂટ અલક, ત્રટ ઘટ શુભ કીન તલક,
હટહટ ઘટ ત્રુગટ હલક્ર, નટ બિલાસ રાજે,
તન તન પ્રતિ સુગત તાન, જન જન મન એક જાન,
કૃત ઉત મુખ કાન કાન, માન ગાન માચે,
હરિ હર અજ હેર હેર, વિકસત સુર બેર બેર,
ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે. ॥૪॥

ઘમમમ ઘુઘરુ ઘમંક, ઠમમમ ઝાંઝર ઠમંક,
ઘમમમ મમ ભૂ ઘમંક, ગત નિશંક ગાવે,
ઝગ ઝગ ઝગ ઝગમગાટ, થગ થગ થે થૈત થાટ.
નૌતમ પગ દ્રગ નિરાટ, લલિત નાટ લાવે,
લથબથ હથ ગુંથ લીન, પથ પથ પિય સથ પ્રવિન,
કથ કથ ગ્રથ શેશ કીન, જુથ નવિન જાચે,
હરિહર અજ હેરહેર, વિકસત સુર બેર બેર,
ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે, ॥૫॥

નૌતમ છબિ નંદ નંદ, મુખ સુહાસ મંદ મંદ,
દંપતિજુત દ્વંદ દ્વંદ, જગત વંદ ડોલે.
વિનતા સુર વ્રંદ વ્રંદ, નિરખત આનંદ કંદ,
ગતિ અતિ સ્વચ્છંદ છંદ, જય જય બોલે.
જુગલિત કર જોર જોર, ઠમક ઝમક ઠોર ઠોર,
વિમલ તાન તોર ઘોર મોરલી વાચે,
હરિહર અજ હેરહેર, વિકસત સુર બેર બેર,
ફરગટ ઘટ ફેરફેર, નટવર નાચે. ॥૬॥

લખ છબિ સુરપતિ લજીત, ગુહ્ય ગાન તાન ગીત.
પિયે પ્રિયા સહિત પ્રીત, સમરજીત શોભે.
રમત ભ્રમત્ત અજબ રીત, ચકિત ઝુકિત થકિત ચીત,
લલિત હલિત મલિત લીત, નિરખ મીત લોભે.
લુંબ ઝુંબ ઐક લગન, વિમલિત દ્રગ જાત વિઘન.
તક તક ચક હોત તગન, પ્રૌડ મગન પ્રાચે,
હરિહર અજ હેર હેર, વિકસત સુર બેર બેર.
ફર ગટ ઘટ ફેર ફેર, નટવર નાચે. ॥૭॥

તત તત તત હોત તાન, અચુંબિત ગત આન આન.
ધુરજટિ ઘટ છુટત ધ્યાન, કાન બાન સુનતે,
ગેહરિ ધુન હોત ગાન, મંગલ સુર માન માન.
ભુલ ભાન ખાન પાન, પ્રાન જાન ભનતે.
ધિધિકટ નૃત ધાર ધાર, ત્રિ મિત તહાં સતાર તાર.
બ્રહ્માનંદ વારવાર, ચરનન ચિત રાચે.
હરિહર અજ હેર હેર, વિકસત સુર બેર બેર,
ફરગટ ઘટ ફેર ઠેર, નટવર નાચે. ॥૭॥

છંદ(સવૈયો)

તારો કી તેજ મેં ચંદ્ર છુપે નહિ,
સૂર્ય છુપે નહિ બાદલ છાયો,
રણ ચડ્યો રજપૂત છુપે નહિ,
દાતા છુપે નહિ ;માંગન આયો,
ચંચલ નારી કે નૈન છીપે નહિ,
પ્રીત છુપે નહીં પીઠ દિખાયો,
કવિ ગંગ કહે સુન શાહ અકબર,
કર્મ છૂપે નહીં ભભૂત લગાયો.

–કવિ ગંગ.

છંદ(હરિગીત)

મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ!
ને ઈંદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના
ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણાં.

રત્નાકર પચ્ચીશી (રત્નશ્યામ સૂરીશ્વરજી)

અહી અમે આપની સાથે Duha Chhand Gujarati Lyrics શેર કરી છે. Duha Chhand Gujarati Lyrics PDF Download કરવા માટે અહી ક્લિક કરો.

Leave a Comment