શું આપ જાણો છો કે બહારવટિયા કોને કહેવાય તે કોણ હતા અને શા માટે તેઓ બહારવટે ચઢતા હતા. અહી અમે આપની સાથે બહારવટિયા સંબંધિત સંપૂર્ણ જાણકારી આપી છે.
બહારવટિયાની સંપૂર્ણ જાણકારી
આપણે ઘણી બધી લોક વાર્તાઓ અને ડાયરાઓ માં વિવિધ બહારવટિયા વિશે ની વાર્તાઓ સાંભળી છે. પણ શું તમે આ બહારવટિયા વિશે એ જાણો છે કે બહારવટિયા કેવાય કોને, તેઓ શા માટે બહારવટિયા બનતા હતા. ગુજરાત ના પ્રસિદ્ધ બહારવટિયા કોણ કોણ હતા?, અહી અમે આપની સાથે આ તમામ જાણકારી આપી છે. જો આપ પણ જાણવા માંગતા હોય તો આ લેખ ને પૂરો વાંચો.
બહારવટિયા કેવાય કોને? | બહારવટિયા એટલે શું?
બહારવટિયા એ શબ્દ “બાર પ્રકાર ના વટ” શબ્દ પરથી ઉતારી આવે છે. એવ લોકો જે પોતાના સાથે, પોતાના, કુટુંબ, સમાજ કે ગામ જોડે અન્યાય થતો હોય ત્યારે તે અન્યાય ની વિરુદ્ધ માં લડત શરૂ કરે તેને બહારવટિયા તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સાથે, પોતાના કુટુંબ, સમાજ કે ગામ સાથે સરકાર કે રાજા દ્વારા અન્યાય થતો હોટ ત્યારે તેમની વિરુદ્ધ માં સશસ્ત્ર અભિયાન ચલાવે, આ માટે તે એક સમૂહ કે ગીરોહ નો ઉપયોગ કરે છે, આ સમૂહ કે ગીરોહ માં પણ એવા જ લોકો શામિલ હોય છે જેમની સાથે અન્યાય થયો હોય.
બહારવટિયા ના બાર વટ
આ લોકો બાર પ્રકાર ના વટ નું રાખી જીવન ગુજારતા હોય છે. અહી નીચે અમે બહારવટિયા ના બાર વટ ની જાણકારી આપી છે:
- ગરીબ ને ક્યારેય લૂંટતા નહીં
- જે ઘર નું પાણી પીધું હોય તેના ઘર કે તેના ગામ ને પણ ક્યારેય લૂંટે નહીં
- ખાનદાની વ્યક્તિ ને ક્યારેય લૂંટે નહીં
- સિંહ ની પણ સામે બાથ ભીડવાની તાકાત રાખે
- ડરપોક અને માયકાંગલા ની જેમ પોતાનું જીવન ક્યારેય ના વિતાવે
- પોતાના સગા ભાઈ પણ અવળા માર્ગે હોય તો તેની પણ વિરુદ્ધ થાય
- બીજાના દીકરા દીકરી ને પણ પરણાવતા હતા
- પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી ને પોતાની માં-બહેન સમજતા હતા
- દુશ્મન પર પણ પૂરતો વિશ્વાસ કરે કે તે પીઠ પર ઘા નહીં કરે
- વચન ભંગ ક્યારેય ના થવા દે અને વચન ભંગ થાય તો પોતે પોતાને સજા પણ કરે
- ખુમારી થી જીવે અને ખુમારી થી મરે
- આજુ બાજુ ના બાર ગામ પર જેની ધાક હોય
અહી ઉપર અમે આપની સાથે બહારવટિયા ના બાર પ્રકાર ના વટ ની જાણકારી આપી છે.
ગુજરાત ના પ્રસિદ્ધ બહારવટિયા
ગુજરાત ના લોક ઇતિહાસ માં અત્યાર સુધી ઘણા બધા બહારવટિયા થયી ગયા છે. અહી અમે આપની સાથે કેટલાક પ્રસિદ્ધ બહારવટિયા ની જાણકારી આપી છે.
- જોગીદાસ ખુમાણ
- એભલબાપુ પટગીર
- ગંગદાસજી સરવૈયા
- કાદુ મકરાણી
- જેસાજી અને વેજાજી સરવૈયા
- નાથા મોઢવાડિયા
- ગિગા મહિયા
- બાવા વાળા
- રામ વાળા
- જોધા માણેક અને મૂળુ માણેક
જોગીદાસ ખુમાણ:
તેઓ કાઠી દરબાર હતા જે ભાવનગર પાસે ના આંબરડી ના રહેવાસી હતા. હાલ માં તે સાવરકુંડલા માં સમાવેશ થાય છે. તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર ના રાજા સામે બહારવટે ચડ્યા હતા.
રામવાળા:
વિક્રમ સંવંત ૧૯૭૦ થી ૧૯૭૧. ના સમય માં થયા હતા. તેઓ મરાઠા અને ગાયકવાડ સત્તા ની સામે બહારવટે ચડેલા હતા.
કાદુ મકરાણી
તેમનું નામ કાદીર બક્ષ રીન્દ હતું જે કાદિર બલોચ અથવા કાદુ મકરાણી નામે પણ પ્રસિદ્ધ છે. તે ૧૯મી સદીના જાણીતા બહારવટિયા હતા. તેનો જન્મ મકરાણ(બલૂચિસ્તાન હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેઓએ ગુજરાતના કાઠિયાવાડમાં અંગ્રેજો સામે બહારવટીયાનો માર્ગ અપનાવ્યો હતો.
જોધા માણેક અને મૂળુ માણેક
ઈ. સ. ૧૮૧૬માં અંગ્રેજોએ ઓખામંડળ જીતી લીધા બાદ તેને ગાયકવાડ ને સોંપ્યું હતું. આથી વાઘેર લોકો નારાજ થયા હતા. નારાજ થયેલા વાઘેર લોકો એ જોધા માણેક અને મૂળુ માણેક ની આગેવાની હેઠળ અંગ્રેજ સરકાર અને ગાયકવાડ વિરુદ્ધ બહારવટિયું ખેડયું હતું.
બહારવટીયાનો સંબંધિત કેટલાક પ્રશ્નો અને ઉત્તર
બહારવટીયા એટલે એવ લોકો જે પોતાની સાથે થયેલા અન્યાય વિરુદ્ધ સશસ્ત્ર લડાઈ આપે છે, આ સાથે બાર પ્રકાર ના જુદા જુદા વટ રાખે છે.
બહારવટીયા અને લૂંટારા માં જમીન આસમાન નો તફાવત છે. લૂંટારુ લોકો કોઈ પણ જાત ના નીતિ નિયમ વગર લૂંટ ચલાવતા હોય છે, જ્યારે બહારવટીયા લૂંટ ચલાવતા નથી પરંતુ તેમની સાથે થયેલા અન્યાય ની સામે લડત આપે છે. આ લડત માં તેઓ કોઈ નિર્દોષ ને નુકશાન ના થાય તેવી કાળજી રાખતા હોય છે અને નીતિમત્તા ના બાર પ્રકાર ના વટ નું પાલન કરતાં હોય છે.
ગુજરાત ના ઇતિહાસ માં ઘણા બધા બહારવટીયા થયેલ છે, જેમ કે જોગીદાસ ખુમાણ, એભલબાપુ પટગીર, ગંગદાસજી સરવૈયા, કાદુ મકરાણી, જેસાજી અને વેજાજી સરવૈયા, નાથા મોઢવાડિયા, ગિગા મહિયા, બાવા વાળા, રામ વાળા, જોધા માણેક અને મૂળુ માણેક.
અહી અમે આપની સાથે બહારવટીયા વિશે જાણકારી આપી છે. અમને આશા છે કે અહી આપવામાં આવેલ જાણકારી થી આપ સંતુષ્ટ હશો. અહી આપવામાં આવેલ જાણકારી પર આપની કોઈ સલાહ કે સૂચન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ થી અમને આવશ્ય જણાવી શકો છો.