Bird Name in Gujarati. પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં. અહી અમે આપની સાથે પક્ષીઓ ના નામ ગુજરાતીમાં તથા અંગ્રેજી માં આપ્યા છે.
Bird Name in Gujarati | પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આપણી જ માતૃભાષા વિશે અજાણ હોઈએ છીએ. ગુજરાતી આપણી માતૃભાષા હોવા છતાં ઘણા એવ શબ્દો છે જેને આપણે માત્ર ઇંગ્લિશ માં જ ઉપયોગ માં લઈએ છીએ.
પક્ષીઓ ના નામ માં પણ આપણે ઘણા નામ એવા છે જે માત્ર ઇંગ્લિશ કે અંગ્રેજી ભાષા માં જ બોલીએ છીએ પરંતુ તેમના સાચા ગુજરાતી નામ જાણતા નથી. અહી અમે આપણી સાથે પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં(Bird Name in Gujarati and English) આપની સાથે રજૂ કર્યા છે. અહી આપવામાં આવેલ કેટલાક પક્ષીઓ વિશે વિસ્તાર થી જાણકારી આપણી સાથે શેર કરી છે.
Bird Name in Gujarati
Bird Name | Bird Name in Gujarati | Image |
---|---|---|
Sparrow | ચકલી | |
Eagle | ગરુડ | |
Crow | કાગડો | |
Pigeon | કબૂતર | |
Robin | દૈયડ, દેવ ચકલી | |
Hawk | બાજ, મોરબાજ | |
Finch | રણશીંગી તુતી | |
Owl | ઘુવડ | |
Seagull | સિગલ | |
Duck, Goose | બતક | |
Swan | હંસ | |
Hummingbird | હમિંગબર્ડ | |
Pelican | પેણ | |
Falcon | બાજ, લગડ | |
Woodpecker | લક્કડખોદ | |
Parrot | પોપટ | |
Kingfisher | કલકલિયો | |
Magpie | દૈયડ, દેવ ચકલી | |
Heron | બગલો | |
Crane | કુંજ | |
Stork | પીળીચાંચ ઢોંક, ચિત્રોડા | |
Sparrowhawk | બાદશાહ શકરો | |
Kite | સમડી | |
Vulture | ગીધ | |
Cormorant | કાળો જળ કાગડો, વચેટ કાજીયો | |
Ostrich | શાહમૃગ | |
Sandpiper | તુતવારી | |
Osprey | મત્સ્યભોજ, માછીમાર | |
Egret | ઢોર બગલો, બગલો | |
Flamingo | ફ્લેમિંગો | |
Tern | લડાખી ધોમડી, પરદેશી ધોમડી, લડાખી વાબગલી | |
Gull | ગુલાબી ધોમડો, ધોમડી, ધોળી વાબગલી | |
Rook | પરદેશી કાગડો | |
Shrike | કાંટનો લટોરો, મટીયો લટોરો | |
Grebe | ડુબકી | |
Lark | ચંડુલ | |
Warbler | ફુતકી, શ્વેતકંઠ, કીટકીટ | |
Nuthatch | થડચડ, મખમલી થડચડ | |
Plover | સાંખળો, શંખલો | |
Oriole | પીળક | |
Thrush | કસ્તુરો | |
Hoopoe | ઘંટીટાંકણો, હુદહુદ | |
Roller | ચાષ, દેશી નીલકંઠ | |
Swallow | શિયાળુ તારોડીયુ, તારપૂંછ તારોડીયું, લેશારા તારોડીયું | |
Bulbul | બુલબુલ | |
Drongo | કાળો કોશી | |
Weaverbird | સુગરી | |
Dove | હોલો | |
Cuckoo | કોયલ | |
Quail | લાવરી | |
Rail | જળકુકડી | |
Grouse | બટાવડો | |
Harrier | પટ્ટાઇ, ઉજળી પટ્ટાઇ | |
Ibis | કાંકણસાર | |
Jacana | જલમાંજર | |
Nightjar | નાનુ દશરથીયું, દેશી છાપો | |
Oystercatcher | અબાલખ, દરિયાઈ અબાલખ | |
Stilt | ગજપાંવ | |
Wagtail | વનઘોડો, વન પીળકીયો | |
Black Hooded Oriole | કાળા માથાનો પીળક, શ્યામશિર પીળક |
અહી ઉપર આપવામાં પક્ષીઓ ના નામ અંગ્રેજી ની સાથે ગુજરાતી માં આપવામાં આવેલ છે. અહી આપવામાં આવેલ Bird Name in Gujarati સિવાય આપ અન્ય કોઈ નામ વિશે જાણતા હોય કે અમને જણાવવા માંગતા હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં અમને અવશ્ય જણાવી શકો છો.