[All] Gujarati Kahevat List | 200+ ગુજરાતી કહેવતનું લિસ્ટ

Gujarati Kahevat: ગુજરાતી કહેવત વડે થોડા શબ્દ માં ઘણું બધુ કહી શકાય છે. આથી અમે અહી આપને 150+ Gujarati Kahevat આપીએ છીએ. “કહેવત એટલે Proverb” અહી અમે આપેલી તમામ કહેવત એ ગુજરાતી ભાષા ની પ્રસિદ્ધ અને વાર-નવાર લોકો ના મુખે સાંભળવા મળતી કહેવત છે.

અહી અમે જુદા જુદા વિષય પર કહેવત આપી છે જેવાકે માતા પર કહેવત(Gujarati Kahevat on Mother), અક્કલ પર કહેવત, Puzzel પર કહેવત. Gujarati kahevat on Luck, Gujarati Kahevat on Hard Work, Gujarati Kahevat on Poor, Gujarati Kahevat on Mistake આ બધી કહેવત આપને ગુજરાતી ભાષા ની વિવિધતા નો ખ્યાલ ખ્યાલ કરાવશે.

Gujarati Kahevat – Proverb in Gujarati

“કર્મ વિના ખેડ કરે, તો દુકાળ પડે કાં બળદ મરે”

“આંધળામાં કાણો રાજા”

“કર્મ કાળો પહાણ, ભૂકરવો ભાંગે નહી,”

“નસીબ બે ડગલાં આગળ ને આગળ.”

“હું જાઉં રેલમાં, તો નસીબ જાય તારમાં”

“નસીબના બળિયા, રાંધી ખિચડી ને થઈ ગયા ઠળિયા”

“કરવા ગયા કંસાર ને થઈ ગયી થૂલી”

"કર્મ કહે છે કોઠીમાં પેસ  અને  મન કહે છે માળીએ ચ્હડુ" -Gujarati Kahevat

“કર્મ કહે છે કોઠીમાં પેસ અને મન કહે છે માળીએ ચ્હડુ”

“આશાના કર્મમાં આડું, ને જ્યાં જ્યાં જાય ત્યાં ખાતરનું ગાડું”

“કર્મ માં લખ્યું દિવેલ તે ઘી ક્યાથી ખાઉ?”

“કર્મમાં લખ્યા કોઠાં, તો કોના જોવા ઓઠાં?”

“કર્મ કઠણ ને કાયા સુંવાળી”

“કોડિયા જેટલું કપાળ ને વચ્ચે ભમરો.”

“કર્મ આવ્યું કાંડે ને ઘરમાં ડોસો ભાંડે”

“કર્મના કસ્યા, જાણ જોડી ત્યાં કુતરા ભસ્યા”

“નસીબ કી ખોટી, જહાં જાવે વહા પ્યાજ ઔર રોટી”

“અભાગણી ને ભાણું આવે ત્યારે વરને વાસી વળે”

“Gujarati Kahevat on Poor man”

ઘણા લોકો પોતાની ગરીબી ના બહુ રોદણા રોતા જોવા મળે છે આથી અહી અમે ગરીબી પર કેટલીક કહેવત(Gujarati Kahevat on Poor man) આપી છે જે ગુજરાતી ભાષા ની પ્રચલિત કહેવતો માની છે.

“અકર્મીનો પડિયો કાણો”

“ગરીબની બાઈ સૌની ભાભી”

“દુકાળ માં અધિક માસ”

“દાજયા ઉપર દામ અને પડ્યા પર પાટુ”

દુખ માં વધારો કરવાનો અર્થ દર્શાવતી કહેવત

“દુઃખતી આંખે ઝોકો વાગે”

“દુબળા ઢોર ને બગાઈ ઘણી”

“નબળી વાદે છીંડા ઘણા”

“નીચી બોરડી સૌ ખંખેરે”

“ગરીબને ઘેર ગોદો ને પૈસાદાર સોદો”

“મારતા ને સૌ મારે”

“દંડ ઉપર ડામ”

“ઘા પર લૂણું છાંટવું”

“દુબળા ને દુખ દેવા સૌ તૈયાર”

અન્ય ગુજરાતી કહેવત અર્થ સાથે – Gujarati Kahevat With Meaning

“ઘેર ઘેર માટીનાં ચૂલા” : બધે એક સરખી પરિસ્થિતી હોવી જેવો ભાવાર્થ આ કહેવત દ્વારા પ્રતિપાદિત થાય છે

“ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તૈલી”: અહી ગુણો અને પરાક્રમ ની વાત કરવામાં આવી છે. રાજા ભોજ પરાક્રમ માં રાજા ગગું અને તૈલપ થી ચડિયાતા હતા.

“લાતો ના ભૂત વાતોથી ન માને”: જે વ્યક્તિ ને શિક્ષા તીજ ખાબડ પરે અન સમજણ થી નહીં તેના માટે આ કહેવત પ્રયોજાય છે.

“રાત થોડી ને વેશ ઝાઝા.” : ઓછા સમય માં વધુ કામ કરવાનું હોય તેવા સંદર્ભ માં આ કહેવત નો ઉપયોગ થાય છે.

ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો.“: એક સાથે બે કે તેથી કાર્ય કે પસંદગી કરવાના કારણે બંને જગ્યાએ નિષ્ફળ થવું એવો ભાવાર્થ.

“લાલો લાભ વિના ન લૂટે.” : મદદ કરવાના બહાને પાછળ થી છુપો લાભ સંતોષવામાં આવતો હોય ત્યારે.

“લખીયલ છઠ્ઠી ન લેખ.”: બાળક ન જન્મ પછી છટ્ઠા દિવસે વિધાતા એના ભાવિના લેખ છે એવિ એક માન્યતા છે. એ છટ્ઠી ન લેખ મિથ્યા થતાં નથી એવિ પણ એક માન્યતા છે.

“વાવો તેવું લણો.”: જેવા કર્મ કરશો તેવું ફળ પ્રાપ્ત થશે.

"છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ન થાય" -Gujarati Kahevat

“છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ન થાય”: છોકરા માં બાપ પ્રત્યે ની ફરજ ભૂલી જાય છે પરંતુ માવતર છોકરા પ્રત્યેની ફરજ નથી ભૂલતા.

“પાકે ઘડે કાંઠા ન ચડે”: યોગ્ય સમયે જે કરવાનું હોય તે ના કરતાં પછીના સમયે કરવામાં આવે તો પ્રયત્ન વ્યર્થ નીવડે.

“જીભ ને હાડકું ન હોય.” : જીભ ગમે તે બાજુ વળી જાય અને ન બોલવાનું બોલી નાખે.

“આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય”: સ્વર્ગે જવું હોય તો વ્યક્તિએ પોતે મરવું પડે. સુખ સંપતિ માટે વ્યક્તિ એ પોતે પરિશ્રમ કરવો પડે.

“આંખ પાપણ ને જોતી નથી.” : જે પાસે છે એની નોંધ લેવામાં આવતી નથી. જે પોતાનું છે એની જાણે અજાણે ઉપેક્ષા થતી હોય છે.

પારકી મા જ કાન વિંધે.“: લોહી કે લાગણી નો સંબંધ ન હોય તે જ વ્યક્તિ બાળક ના ઉછેર નું કામ યોગ્ય રીતે કરી શકે છે.

“ચોર કોટવાલ ને દંડે.” : દોષ પોતાનો હોય છતા સામી વ્યક્તિને દોષિત કે ગુનેગાર ઠેરવે.

“પહેલુ સુખ તે જાતે નર્યા.” : શરીર સ્વસ્થ્ય હોય તો બધુ સલામત છે. શારીરિક સુખ ને મહત્વ આપવા માટે આ કહેવત ને ટાંકવા માં આવે છે.

“છીંડે ચડ્યો તે ચોર.” : ગુનો ગમે તેને કર્યો હોય પરંતુ હાથ મા આવ્યો તે ગુનેગાર

આપ સમાન બલ નહીં, મેધ સમાન જલ નહીં. : આપ બલ થી જે કામ સારી રીતે સિદ્ધ થાય છે જે બીજા પર આધાર રાખવા થી થતું નથી.

જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે.: માથાભારે વ્યક્તિ નો ઘમંડ તેનો પુત્ર તોડે તેવા કિસ્સામાં આવી કહીવટ નો ઉપયોગ થાય છે.

ડુંગરાં રૂઠયા ત્યાં શરણું કોનું શોધે. : ડુંગર ઉજ્જડ થઈ જાય તો પશુ, પક્ષીઓ, માનવો બધાને હાનિ પહોચે આમ ડુંગર રુથે તો બધા ને હાનિ થાય.

ઝાઝી કીડીઓ સાંપ ને તાણે. : સંપ અને સહકારથી અઘરું કામ પણ સરળ થઈ શકે છે.

આભ ફાટયા પછી થીગડાં ક્યાં છે? : ચારે તરફ થી તકલીફો આવતી હોય ત્યારે તેને નિવારવાના પ્રયત્ન વ્યર્થ જ જાય.

પિયરમા પડેલી છોકરી અને ડુંગરે ચડેલો ભીલ કદીય કોને ન બદે. : પિયર મા છોકરી બધી સ્વતંત્રતા અનુભવે તેજ પ્રમાણે ભીલને માટે ડુંગર પર રખડપટ્ટી કરવી રમતવાત છે, તે ડુંગર પર ચઢે તો સંપૂર્ણ આઝાદ હોય તેમ વર્તે

દરદ કરતાં દવા અનિષ્ટ: રોગ કે તેની પીડા કરતાં તેનું ઔષધ કે ઉપચાર વધારે પીડાદાયક હોય ત્યારે

મા તે મા, બીજા વગડાનાં વા. : માં જેટલો પ્રેમ તેના પુત્રને આપે છે એટલો પ્રેમ બીજું કોઈ આપી શકતું નથી.

કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ.: અમુક લક્ષણ એક વખત પડ્યા પછી તે ગમેતેવા પ્રયત્ન કરવા થી પણ જતાં નથી.

લખાણું એ વંચાણુ. : એક વાર લખી ને પાકું કર્યું હોય તો એ જ બરાબર હોય છે એજ સાચો વ્યવહાર છે.

પાણી પહેલા પાળ બાંધવી. : વિધ્ન મુશ્કેલી આવતા પહેલા આગમચેતી વાપરી તેનો ઉપાય કરવો.

શેઠની શીખામણ જાંપા સુધી.: કોઈ આપેલી શિખામણ હમેશા કામે લાગતી નથી. પોતાની સમજ, વિવેક અને બુદ્ધિ નો ઉપયોગ કરવો પડે.

જીવતો નર ભદ્રા પામે: જીવતા રહ્યા તો ભવિષ્યમાં તક આવી જ મળવાની.

પાશેરા મા પહેલી પૂણી. : હજી શરૂઆત જ હોવી અને પહેલી મુશ્કેલી આવવી.

મોરનાં ઈંડા ચીતરવા ન પડે. : માં બાપ ના લક્ષણ સંતાન મા કુદરતી રીતે જ ઉતરી આવે છે.

દુકાળમાં અધિક માસ. : મુશ્કેલી મા ઉમેરો થવો, એક દુખ હતુંત્યાં બીજા દુખ માં વધારો થયો.

લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય. -Gujarati Kahevat

લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય.: જ્યારે તક સામે આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ.

દૂરથી ડુંગર રળિયામણાં. : વસ્તુ કી વ્યક્તિ દૂરથી જ સારી લાગે, નિકટ થી કદાચ વિપરીત અનુભવ થાય.

બાંધે એની તલવાર. : તલવાર નો ઉપયોગ કરવાની હિમ્મત, તાકાત, આવડત, ધારવાનાર કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર રાખવાને હકદાર છે. મહત્વ શકિત કે આવડતનું છે, જાતિ કે મોભાનું નહીં.

ભેંસ આગળ ભાગવત. : અબુધ કે અજ્ઞાની પાસે જ્ઞાન ની વાત

બોલે તેના બોર વહેચાય.: બોલીએ અને કહીયે તો જ કામ થાય. “માંગ્યા વિના મા પણ ન પીરસે”

પાડાનાં વાંકે પખાલીને ડામ. : ગુનો કે દોષ કોઈ નો અને સજા કોઈ બીજાને

બાંધી મુઠી લાખની.: વાત ગુપ્ત રહે ત્યાં સુધીજ ઇજ્જત આબરૂ સચવાઈ રહે.

બેઠા થી બજાર ભલી. : ઘરમાં બેસી રહેવા કરતાં કઈક પ્રવૃતિ કરવી સારી.

પડ્યો પોદળો ધૂળ લે. : કોઈ વ્યક્તિ કાઇ પણ કર્યા વિના એક જ સ્થાને પડી રહીને પણ કાઇ ને કાઇ પ્રાપ્ત કરતી રહે છે.

ભાવતુ હતુ ને વૈદે કીધુ. : મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય એવા પ્રસંગ પર આ કહેવત વપરાય છે.

ગા વાળે તે અરજણ.: અર્જુને વિરાટનગરી ની ગાયો ને પાછી વાળવામાં જે વીરતા પૂર્વક નું સાહસ બતાવ્યુ હતું તેવું વીરતાપૂર્વક નું કારી કરનાર અર્જુન જેવી નામના મેળવી શકે. મહત્વ વ્યક્તિ નું નહીં પરંતુ કાર્ય નું છે.

પારકી આશા સદાનિરાશ. : કોઈ પણ કામ માટે બીજા પર આશા રાખીને બેસી રહવું કે એ આપનું કામ કરી આપશે, તો એ મોટે ભાગે આપણી આશા ઠગારી નીવડે છે. ટૂંક મા પારકા ઉપર આધાર રાખનાર ને અંતે સહન કરવું જ પડે છે.

ખાડો ખોદે તે પડે.: જે પણ ખારબ કર્મ કરે તેને તેનું ફળ ભોગવવું પડે છે. તેવા અર્થ માં આ કહેવત કહેવામાં આવે છે.

નમે તે સૌને ગમ.: આ કહેવત માં નમનાર વ્યક્તિ સૌને પ્રિય હોય છે. તેવો ભાવાર્થ કહેવામા આવ્યો છે.

Gujarati Kahevat on Mother – માતા પર ગુજરાતી કહેવત

“પારકી મા જ કાન વિંધે.”

“માં તે માં બીજા વગડાનાં વા”

“ઘોડે ચડતો બાપ મરજો પણ છાણાં વીણતી માં નાં મરજો”

બુદ્ધિ ના સંદર્ભ માં કહેવતો (Brain related Proverb in Gujarati)

બુદ્ધિ જેવા વિષય પર ગુજરાતી ભાષા મે ખુબજ કહેવતો છે. અહી અમે તેમાથી થોડીક કહેવતો ને ઉદાહરણ પૂરતી અહી આપીએ છીએ. જો આપણે અમારી બુદ્ધિ પરની અન્ય કહેવતો વાંચવી હોય તો અહી આપેલી લિન્ક પર ક્લિક કરો

આપ બુદ્ધિ એ જયજયકાર, પારકી મતે પ્રલયકાર”

“સાંભળીએ સૌનું, પણ કરીયે ધાર્યું મનનું,”સાંભળીએ સૌનું, પણ કરીયે ધાર્યું મનનું,

ઘી ખાના સાકરસે, દુનિયા ચલાના મકરસે,”

ખેતર ખેડો હળ થી, મગજ ખેડો કળ થી.”

કહેનારો કહી છૂટે, ને વહેનારો વહી છૂટે”

પૂછીએ સૌને પણ કરીએ પોતાને ફાવતું.”

અક્કલ કોઈના બાપાની?”

અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર."-Gujarati Kahevat

અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર.”

અક્કલ વેચાતી મળે તો કોઈ ધનવાન રહે નહીં.”

માંગી અક્કલ કામ આવે નહીં.”

અક્કલ વગર જાંબુ ખાવા.”

દીધી મત ને માંગી તોણ કેટલા દિવસ કામ આવે.”

બુદ્ધિ નો બારદાન”

શ્રાપ બદદુઆ પર કહેવત( Gujarati Proverb on curse)

બિલાડી ને કહ્યે છીંકું તૂટતું નથી, અને રાંડીરાંડ ના શ્રાપ લાગતાં નથી.

કાણિયા ના નિસસાથી વરસાદ અટકતો નથી

ચમાર ના શાપ થી ઢોર મરતા નથી

કાગને કહ્યે ડોબા મરતા નથી.

સતી શાપ દે નહીં અને શંખણી ના શાપ લાગે નહીં.

પોતાની ભૂલ પરની ગુજરાતી કહેવત(Gujarati Kahevat on Own Mistake)

ઘણી વખત પોતાના દ્વારા કરેલી ભૂલો પર પસ્તાવાનો વારો આવે છે. ત્યારે ગુજરાતી ભાષા ને ઘણી કહેવતો આ પસ્તાવાનો અર્થ સાર્થ કરે તેવી છે. અહી અમે તેમાંય થોડી ઉદાહરણ રૂપી ગુજરાતી કહેવત(Gujarati Kahevat on Own Mistake) આપી છે. બધુ માટે જલ્દી તમને એક પૂર્ણ લેખ આપવામાં આવશે.

“હાથે કરીને હોળીએ રમ્યા.”

“પેટ ચોળી શૂળ પેદા કર્યું.”

“હાથે કર્યા હૈયે વાગ્યા.”

“ઢીંચણ મારી આંખ ફોડવી.”

“દીવો લઈને કૂવામાં પડવું.”

“ઉઠ પહાણા પગ પર પડ.”

“દેખાતે ડોળે છેતરાવવું”

“આવ બલા પકડ ગલા”

“વાડમાં હાથ નાખીએ તો કાંટા વાગેજ”

“દેખતે ડોળે આંખમાં આંગળી ઘાલવા દેવી’

“પોતાના પગ પર કૂવાડો મારવો.”

“હાથે કરી પેટમાં પાળી મારવી”

“કોણે કહ્યું બેટા બાવાળીએ ચડજે?”

“બળતામાં હાથ ઘાલવો”

“કંથરમાં હાથ ઘાલી વિમાસવું”

“કાજીજી ભેંસ નહીં બડી બલા લાયા”

મહેનત પર ગુજરાતી કહેવત (Gujarati Kahevat on Hard work)

સફળતા એ મહેનત પર આધારિત હોય છે. જીવન માં મહેનત વગર કશું પ્રાપ્ત થતું નથી. ગુજરાતી ભાષા મે મહેનત પર ઘણી કહેવત(Gujarati Kahevat on Hard work) છે જે લોક બોલી માં પણ ઘણી પ્રચલિત છે. અહી કેટલીક પ્રચલિત કહેવત ના ઉદાહરણ આપવામાં આવેલ છે.

“ઉધ્યોગ સારા નસીબ નું મૂળ છે.’

“ધંધો કર્યે ધાન્ય મળે.’

“હલાવ્યા વગર ધાન પણ દાજે’

“હાપગ હલાવીએ ત્યારે રોટલા મળે’

“ફરે તે ચરે, ને બાંધ્યું ભૂખે મરે’

“ચાકરી કરતાં ભાખરી મળે’

“હાથ હલાવ્યા વગર કોળિયો પણ મ્હોમાં પેસે નહીં.’

“કરે સેવા તો મળે મીઠા મેવા.’

“જ્યારે વળે પરસેવો ત્યારે મળે મેવો’

“ઉદ્ધમથી દરિદ્રતા ઘટે”

“પ્રયત્ને પ્રભુ સહાય”

“પુરુષ પ્રયત્ન, ઈશ્વર કૃપા.”

“તરણે તરણે સુધરી, આદરજોજ ઘરા”

“કર ચાલે આળસ કરે, મોટી ખોડ નરાં”

એક માથી બીજા દુઃખ માં પડવું પર કહેવત

સામાન્ય જીવન માં ઘણી વખત આપણે એવિ પરિસ્થિતી નો સામનો કરતાં હોઈએ છીએ જ્યાં આપણે એક દુઃખ માથી નીકળીએ ત્યાં બીજા દુખમાં પડીએ છીએ. ગુજરાતી ભાષા માં આવા વિષય પર પણ અઢળક કહેવત આપવામાં આવેલી છે. અહી અમે તેમાની કેટલીક કહેવતો(Gujarati kahevat on falling into misery from one to another ) આપવામાં આવેલી છે,

“ઘરના ઉઠ્યા વનમાં ગયા, વનમાં લાગી લાય”

“ઊલેથી ચૂલે પડ્યાં, કર્મ પ્રમાણે થાય”

“એક મુસીબત માથી છૂટવા બીજા સ્થાને ગયા ત્યાં બીજી મુસીબત નો સામનો કરવો”

“ઉલમાથી નીકળી ચૂલ માં પડ્યા”

“અલા ગઈ તો બલા આવી”

“ઘરમાં ખાધો રાંડે, ને બહાર ખાધો ભૂતે”

“કફનફાડુ ગયો અને મેખમારુ આવ્યો”

“ભૂત મારે ત્યાં પલિત જાગે”

“સુખને માટે સાસરે ગઈ ત્યાં દુઃખના ઉગ્યા ઝાડ”

“નવ સાંધે ત્યાં તેર તૂટે”

“કાળી કૂતરીને કાને કીડા, એક ગઈ ને બીજી પીડા”

“અવાડા માથી નીકળી કૂવામાં પડવું”

“શયતાનસે કિતનાહી દૂર ભાગે, મગર કમબખ્ત આગે કા આગે”

અન્ય ગુજરાતી કહેવતો

“વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો.”

“રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં.”

“બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના.”

“ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો.”

“ટીંપે ટીંપે સરોવર ભરાય.”

“રામ રાખે તેને કોણ ચાખે.”

“સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો.”

“ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર”

“આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા.”

“અધૂરો ઘડો છલકાય ઘણો.”

“ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન.”

“સંગર્યો સાપ પણ કામનો.”

“ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે.”

“ખાતર ઉપર દિવેલ. :”

“નુકશાન મા વધુ નુકશાન,”

“ખર્ચ મા વધુ ખર્ચ,”

“લાખ ભેગા સવા લાખ”

“સંગ તેવો રંગ.”

"ડાહી સાસરે ન જાય અને ગાંડી ને શીખામણ આપે."-Gujarati Kahevat

“ડાહી સાસરે ન જાય અને ગાંડી ને શીખામણ આપે.”

“બકરું કઢતા ઉંટ પેઠું.”

“માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું.”

“રાજા ને ગમે તે રાણી.”

“સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય”

“લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.”

“ખાલી ચણો વાગે ઘણો.”

“જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.”

“આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.”

“શેરને માથે સવાશેર.”

“હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો.”

“મન હોય તો માંડવે જવાય.”

“બાર વર્ષે બાવો બાલ્યો.”

“નામ મોટા દર્શન ખોટા.””નામ મોટા દર્શન ખોટા.”

“ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા.”

“બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો.”

“સંપ ત્યાં જંપ.”

“ના બોલવામાં નવ ગુણ.”

“અણી ચૂક્યો સો વર્ષ જીવે.”

“ઈ”દ પછી રોજા.”

“ઘરકી મૂર્ઘી દાલ બરાબર.”

“મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ.”

“ભેંસ ભાગોળે અને છાશ છાગોળે.”

“હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો.”

“પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી.”

“લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ.”

“વખાણેલી ખીચડી દાઢે વળગી.”

“ઊંટના અઢાર વાંકા.”

“કીડીને કણ ને હાથીને મણ.”

“નાચ ન જાને આંગન ટેઢા.”

“ચેતતા નર સદા સુખી.”

“વાડ થઈને ચીભડાં ગળે.”

“સાપ ગયા અને લીસોટા રહી ગયા.”

“કાશીમાં પણ કાગડા તો કાળા જ.”

“પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં.”

“કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં.”

“ધીરજનાં ફળ મીઠાં.”

“સો સોનાર કી એક લૂહાર કી.”

“કાગનું બેસવુ અને ડાળનું પડવું.”

“ગાંડાના ગામ ન હોય.”

“બાવાનાં બેવુ બગડે.”

“શેતાનું નામ લીધુ શેતાન હાજર.”

“દશેરાનાં દિવસે ઘોડા ન દોડે.”

“નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ”.

“હિમ્મતે મર્દા તો મદદે ખુદા.”

“છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી.”

“ધરમની ગાયનાં દાંત ન જોવાય.”

“સીધુ જાય અને યજમાન રીસાય.”

“હસે તેનું ઘર વસે.”

“ના મામા કરતાં કાણો મામો સારો.”

અહી અમે આપની સાથે ગુજરાતી ભાષાની લગભગ બાંધઈડ પ્રચલિત કહેવતો ને આપની સાથે રજૂ કરી છે. અહી રજૂ કરવામાં આવેલ કહેવતો પરીક્ષા થી લઈ પ્રવચનો કે વકૃત્વ માં ખુબજ ઉપયોગી બની શકે છે. Gujarati Kahevat કે Gujarati Kehvat પર નો અમારો આ લેખ તમને કેવો લાગ્યો કે આ વિષય માં તમારો કોઈ પણ પ્રતિભાવ હોય તો અમને અવશ્ય જણાવજો.